लोकप्रिय पोस्ट

शनिवार, 11 जून 2011

સમર કેમ્પ બાળકો ના જીવન કૌશલ્ય ખીલવવા નો ઉત્તમ અભિગમ .


તા.૨૩-૫-૨૦૧૧ થી તા.૨૮-૫-૨૦૧૧ દિવસ ૫ મીરઝાપર સી.આર.સી. ની જયનગર શાળા માં સમર કેમ્પ કાર્યક્રમ ચલાવવા માં આવેલ આ સમર કેમ્પ માં ૫૦ થી વધુ કન્યાઓ એ ભાગ લીધેલ . બાળાઓ ને ભારત ગૂંથન, મેન્હ્દીકામ , ચિત્રકામ , કાગળકામ , આભલાકામ , સિલાઈકામ , કવર બનાવવા , બૂક બાઈન્ડીંગ વગેરે પ્રવૃતિઓ શીખવવામાં આવી. એક્સપોઝર વિઝીટ માં કચ્છ મ્યુઝીયમ , હમીરસર તળાવ , જીલ્લા પંચાયત વગેરે સ્થળો ની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબ ની ચેમ્બેર માં બાળાઓએ મુલાકાત લીધી. સાહેબશ્રી એ બાળાઓને કચ્છ વિષે ની માહિતી અંગે ની પ્રશ્નોતરી કરી. કન્યાઓના જવાબથી પ્રભાવિત થઇ સાહેબ્શ્રીએ અભિનંદન આપ્યા. આ મુલાકાત માં જયનગર શાળાના મુખ્ય શિક્ષકશ્રી રશ્મીકાંત ઠક્કર , સંચાલક શ્રીમતી મયુરીબેન કટ્ટા અને શ્રીમતી કુસુમબેન સોની સાથે રહ્યા હતા. તા. ૨૮-૫-૨૦૧૧ નાં સમર કેમ્પ નાં અંતિમ દિવસે કન્યાઓએ કરેલ નવસર્જન નું પ્રદર્શન અને વળી સંમેલન રાખવામાં આવ્યું હતું. બાળાઓએ સુંદર મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ. શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરનાર ને પ્રોત્સાહન ઇનામ અને ભાગ લેનાર દરેક બાલા ને ગીફ્ટ આપવામાં આવેલ.

कोई टिप्पणी नहीं: