लोकप्रिय पोस्ट

शनिवार, 30 अप्रैल 2011

શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેશુભાઈ પારસીયા એ પ્રજ્ઞા તાલીમ વર્ગ ની મુલાકાત

સી.આર.સી. મીરઝાપર માં ચાલી રહેલી પ્રજ્ઞા ફેઝ ૨ નાં તા. ૨૯-૪-૨૦૧૧ નાં આજે પાંચમાં દિવસે કચ્છ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેશુભાઈ પારસીયા એ પ્રજ્ઞા તાલીમ વર્ગ ની મુલાકાત લીધી હતી . તેમને શિક્ષકો ને સરકારશ્રી નાં આ નુતન અભિગમ દ્વારા પ્રાથમિક શિક્ષણ માં ગુણવતા લાવવા શિક્ષકો ની ભૂમિકા નું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબે પ્રજ્ઞા અભિગમ થી બાળકો માં બાળકો માં રહેલી વિશિષ્ટ શક્તિ ને વિકાસ ની તક મળે છે તેથી ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ભાર વિના નાં ભણતર ની સંકલ્પના આના થી સિદ્ધ થઇ રહી છે તે વાત જણાવી હતી. આજે પ્રજ્ઞા શાળા નાં આચાર્યો પણ તાલીમ માં જોડાયા હતા .  શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેશુભાઈ પારસીયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબ અને આચાર્યો એ 
સાથે મળી ને પ્રજ્ઞા ની વિડીઓ સી.ડી. નિહાળી હતી.  મીરઝાપર કુમાર શાળા ના આચાર્યા પ્રફુલાબેન મહેતા એ આવકાર આપી આ પ્રજ્ઞા  અભિગમ માટે અમારી 
શાળા યજમાન બની તેની હર્ષની લાગણી વ્યક્ત કરેલ. કાર્યક્રમનું સંચાલન મીરઝાપર સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી એ કરેલ. તાલીમ નાં આયોજન 






અને વ્યવસ્થા માટે ભુજ બી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી ભૂપેશભાઈ ગોસ્વામી અને પેડાગોજી કો-ઓર્ડીનેટર મમતાબેન ભટ્ટ માર્ગદર્શન કરી રહ્યા છે.
તજજ્ઞો  શ્રી પરેશભાઈ ચૌહાણ  તથા શ્રી રમેશભાઈ રોસીયા મીરઝાપર અને સુખપર ની પ્રજ્ઞા શાળા ની એક્સપોઝર વિઝીટ માં માર્ગદર્શન આપેલ અને તાલીમ વર્ગ માં પ્રવૃતિઓ દ્વારા શિક્ષકો ને માહિતગાર કરેલ .

गुरुवार, 28 अप्रैल 2011

'' ગગન વિહાર '' ની રંગીન આવૃત્તિ

સી.આર.સી. મીરઝાપર દ્વારા પ્રકાશિત માસિક મુખપત્ર '' ગગન વિહાર '' ની રંગીન આવૃત્તિ માર્ચ-અપ્રિલ ૨૦૧૧ થી પ્રકાશિત કરવામાં આવી છે. 
સૌ શિક્ષક મિત્રો , કો-ઓર્ડીનેટર મિત્રો અને શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા શિક્ષણ શાસ્ત્રીઓને કોમેન્ટ આપવા નમ્ર અપીલ છે. 


मंगलवार, 26 अप्रैल 2011

પ્રજ્ઞા શાળા ના શિક્ષકો ની બીજા તબક્કા ની તાલીમ.

સર્વ શિક્ષા અભિયાન મિશન - કચ્છ દ્વારા અને બી.આર.સી. ભુજ દ્વારા મીરઝાપર કુમાર શાળા માં પ્રજ્ઞા શાળા ના શિક્ષકો ની બીજા તબક્કા ની તાલીમ તા.૨૫-૩૦ એપ્રિલ ૨૦૧૧ ના કરવામાં આવેલ છે. તા. ૨૫ ના કચ્છ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા નાં વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરી તાલીમ નું ઉદગાતન કરવામાં આવ્યું. આ પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબે પ્રેરક ઉદબોધન આપ્યું. નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.જે. ફફલ, ટી ટી શ્રી ગુલાબભાઈ રાઠવા , પેડાગોજી કો-ઓર્દિનેતર મમતાબેન ભટ્ટ , બી.આર.સી. ભુજ શ્રી બી.જે. ગોસ્વામી ,  બી.આર.સી. નખત્રાણા શ્રી કશ્યપભાઈ જોશી , કે.ની. શ્રી સામતભાઈ વસરા  વગેરે ઉપસ્થિત રહ્યા . ભુજ , માંડવી અને નખત્રાણા તાલુકાના પસંદ કરવામાં આવેલ ૧૦ શાળાઓના ધોરણ ૧-૨ ના શિક્ષકો અને સી.આર.સી.  તેમજ તજજ્ઞો વગેરે કુલ ૧૦૦ થી વધુ સંખ્યા માં આ તાલીમ માં ભાગ લઇ રહ્યા છે. આ તાલીમ નું આયોજન અને વ્યવસ્થા મીરઝાપર સી.આર.સી. એન. જે. જાજાણી, મીરઝાપર શાળા નાં આચાર્ય  પ્રફુલાબેન મહેતા અને ગીતાબેન ત્રવાડી તેમજ સ્ટાફ ના મિત્રો સાંભળી રહ્યા છે .

શિક્ષક સજ્જતા તાલીમ મીરઝાપર અને દહીંસરા ના શિક્ષકો ની જયનગર પ્રાથમિક શાળામાં

સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત બી. આર.સી. કક્ષા ની શિક્ષક સજ્જતા તાલીમ મીરઝાપર  અને દહીંસરા ના શિક્ષકો ની જયનગર પ્રાથમિક શાળામાં 
યોજવામાન આવી. ધોરણ ૧-૪ ના અને ધોરણ ૫-૮ ના એમ બે વર્ગમાં અલગ અલગ તજજ્ઞો એ નિયત તાલીમ ના વિષયો પર તાલીમ આપી. એકાઉન્ટ -જેન્ડર -આઈ.ઈ.ડી. (શ્રીમતી કે.એમ. રાઠોડ અને શ્રી જે. જી. ગજ્જર ), મેનેજરીયલ (શ્રીમતી કૃપાબેન પરમાર અને શ્રી મનોજ જોશી ), સતત સર્વગ્રાહી મૂલ્યાંકન ( શ્રીમતી લીનાબેન ત્રિપાઠી અને શ્રી પી.ડી. વણકર ), એડેપ્ત્સ (શ્રી ડી.આર. વાણીયા અને ), અસરકારક વર્ગવ્યવાહાર (શ્રીમતી ડી.એસ. ગોર અને શ્રી કે. ડી. દવે ) વગેરે તજજ્ઞ તરીકે સેવા આપી રહ્યા છે. તાલીમ માં શિક્ષકો દ્વારા સ્વરચિત બાળગીત , જોડકણા , વાર્તા વગેરે નું હસ્તલિખિત અંક પ્રકાશિત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે .